what-is-mucormycosis-in-rajkot

કોરોના પછી દાંત અને જડબામાં થતો મ્યુકોરમાઈકોસિસ શું છે. જાણો તેના કારણો, લક્ષણ અને બચવાના ઉપાય

Table of Contents

કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક થઇ રહી છે અને લોકો માં આ વાઇરસ નો  ખૂબ જડપ થી ફેલાવો થઈ રહ્યો છે ત્યારે હવે એક નવી બીમારીનો  લોકો માં ડર પેસી ગ્યો છે, આ નવો રોગ એટલે મ્યૂકરમાઈકોસીસ (mucormycosis).

કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી છે.  અને આ બીમારી દર્દીઓ માટે વધુ જીવલેણ બની રહી છે.

ચાલો જાણીએ આ બીમારી શું છે. અને કેટલી ઘાતક છે. તેનાથી બચવા શું  કરવું.

મ્યુકોરમાઈકોસિસ શું છે? (what is mucormycosis)

mucormycosis treatment in rajkot

મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે.  જુનુ નામ જાયગોમાઈકોસીસ((zygomaycosis) હતું કેમ કે આ બીમારી ઉપલા જડબા ના જ્ય્ગોમેટિક બોન માં જોવા મળતી . થોડા વર્ષો પેલા તેનું નામ બદલવી  મ્યૂકરમાઈકોસીસ  કરી નાખ્યું , કેમ કે આ બીમારી શરીર ના અન્ય ભાગો માં પણ  જોવા મળતી હતી  જેમ કે , નાક, ઉપરનું જડબું , સાઇનસ , આંખ , સ્કીન, ફેફસા, અને મગજ.

આમ આ રોગ લોકો માટે નવો છે પણ, ઘણા વર્ષો થી આ બીમારી હતી. પહેલા આ બીમારી ના કેસ જૂજ હોવાથી લોકો માં તેના વિષે ખાસ ખબર નોતી.  કોરોના કાળ પહેલા આ રોગ જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમને જ થતો , જેમ કે HIV ના દર્દી , ખૂબ વધુ ડાયાબિટીસ હોય એમને , અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને રોગ્રતિકારક શક્તિ નું શમન કરવાની દવા પર લેતા હોય.

હાલ , કોરોનાના  બીજા વેવ મા  રિકવરી  બાદ  આ બીમારી ના કેસ માં આચાનક વધારો જોવા મળ્યો છે.

મ્યુકોરમાઈકોસિસ ઇન્ફેકશન થવાનું કારણ

કોરોના વાયરસ આપને સહુ જાણીએ છીએ એમ રોગપ્રિકારકશક્તિ ઓછી કરી નાખે છે; અને એટલા માટે આ ફંગસ કે જે તક નો લાભ લેનાર એટલે કે જેને opportunistic infection કેહવામાં આવે છે તે  ખૂબ જલ્દી માણસ ના નાક અને મોઢા વાટે શરીરમાં પ્રવેશ કરી ને નુકશાન કરે છે 

કોરોના માંથી હાલમાં જ સાજા થયેલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે સ્વાભાવિક છે જેથી આ fungus એનો લાભ લઇ અને નાક વાટે અથવા તો મોં વાટે શરીરમાં પ્રવેશીને ઇન્ફેકશન ફેલાવે છે.

જે લોકો લાંબા સમય થી સ્ટેરોઈડ દવા લેતા હોય, ડાઈબિટીસ ખૂબ વધુ હોય, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ, પેઢા નો રોગ પાયોરિયા તેમજ દાંત અને પેઢાની અપૂરતી કાળજી માં આ મ્યુકોરમાઈકોસિસ ઇન્ફેકશન નું જોખમ વધુ રહેછે.

મ્યુકોરમાઈકોસિસ ઇન્ફેકશન શરીર માં ક્યાં જોવા મળે છે.

કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અને  ઉપલા દાંત અને પેઢા અને તેના જડબાના  હાડકા  ને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

આ fungus જડબાની તથા હાડકાની blood supply ને પણ નુકસાન પહોંચાડે છે જેથી ત્યાં હાડકું સડી જાય છે. સાઈનસ તથા તેની આજુબાજુ ફૂગ ને વધવા માટે ideal વાતાવરણ હોય છે તેથી આ ફૂગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને થોડા જ દિવસમાં જડબા થી ઉપર વધી આંખને પણ અને પછી મગજને પણ અસર કરે છે.

જો સમયસર સારવાર ના મળે તો આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને અમુક કેસમાં મૃત્યુ પણ થાય છે

mucormycosis-in-rajkot-sanjivani-dental-clinic

મ્યુકોરમાઈકોસિસ ના લક્ષણો

  • મ્યૂકરમાઈકોસીસનાં લક્ષણોની વાત કરીએ તો  આ રોગમાં દર્દીને શરૂઆતમાં દાંતમાં દુખાવો ,જડબામાં દુખાવો તથા ઉપરના જડબામાં સોજો, નાક ની બાજુ માં સોજો ની શરૂઆત થાય છે. પેઢામાંથી લોહી નીકળવા અને રસી નીકળવા,દાંત હલવા લાગવા જેવા લક્ષણો જોવા મળે છે.
  • સાઇનસ માં ઇન્ફેકશન ફેલાવાથી નાકમાં કાળુ પ્રવાહી જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા એક તરફ નાક બંધ થઇ જાય છે.
  • આંખોમાં સોજો આવે છે અને દુખાવો થાય છે, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, આંખમાંથી પાણી પડે કે, આંખનું યોગ્ય મુવમેન્ટ ન થવું.
  • માથામાં દુખાવો, ઉધરસ અને શ્વાસની તકલીફ

સમયસર ડોક્ટરને બતાવવામાં આવે તો આનો ઇલાજ શક્ય છે. પરંતુ જો સંક્રમણ મગજ સુધી પહોંચી જાય તો મોત થવાની શક્યતાઓ પણ રહેલી છે.

આ બીમારી કેટલી ઘાતક છે?

આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે વહેલી તકે ઇન્ફેકશન વાળો પાર્ટ સર્જરી કરી  કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.

દર્દીએ શું કરવું જોઈએ

જો ઉપર મુજબના લક્ષણો દેખાતા હોય તો તાત્કાલિક આપના ડેન્ટલ સર્જન ની મુલાકાત લઇ અથવા તો ઇએનટી સર્જન ની મુલાકાત લઇ ચેક અપ કરાવવું જોઇએ.  જરૂર લાગશે તો ડોક્ટર સીટી સ્કેન પણ કરાવશે.  અને જો આ રોગ નું નિદાન થાય તો તાત્કાલિક તેની સારવાર કરવી જોઈએ

આ રોગની સારવાર શું છે?

મોટાભાગના કેસમાં સર્જરી આવે છે. સાથે સાથે એન્ટી ફંગલ દવાના ઇન્જેક્શન એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન દર્દીના વજન મુજબ ડ્રગ આપવું પડે છે. જો કે, આ ઈન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છે.

મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર જટિલ અને  લાંબી ચાલતી હોવાથી રૂપિયા 2 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે.

આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી આપ  કોઈપણ જાતના ઘરગથ્થુ ઉપચાર અથવા તો આડોશી પાડોશી ની સલાહ પર કે જેવો એક્સપોર્ટ નથી તેનો અભિપ્રાય લીધા વિના, તાત્કાલિક ધોરણે યોગ્ય ડોક્ટરને મળી અને સારવાર શરૂ કરવી જોઇએ.

આ બીમારી થી બચવા શું ધ્યાનમાં રાખવું?

  • Mucormycosis આપણી આજુબાજુ માટીમાં ધૂળમાં ઝાડના સડેલા પાંદડાઓમાં , સડી ગયેલા ફળોમાં તથા ઘણી બધી જગ્યાએ હોય છે. રોગ પ્રતિકારક શક્તિ આપણી સારી હોવાના કારણે તે આપણે કંઈ નુકસાન પહોંચાડતો નથી, તેમ છતાં આપણે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ, વાસી ખોરાક ન રાખીએ અને ન ખાઈએ. શાકભાજી અથવા તો ફ્રુટ ને પાણીથી યોગ્ય રીતે સાફ કરીએ.
  • ડબલ માસ્ક સતત પહેરેલું રાખવું જેથી શ્વાસ વાતે આ ફંગસ શરીર માં પ્રવેશે નહી.
  • મો, પેઢા , તેમજ દાંત ની યોગ્ય સફાઈ કરવી. સડેલા કે ઇન્ફેકશન વાળા દાંત જણાય તો આપના  ડેન્ટિસ્ટ ની મુલાકાત લેવી. (જો આપ રાજકોટ માં હોવ તો અમારા સંજીવની ડેન્ટલ ક્લિનિક ની મુલાકાત લઈ શકો છો.)
  • કોરોના થી રિકવર બાદ આપનું ટૂથબ્રશ તેમજ ઊલિયું બદલાવી નાખવું.
  • ઘરમાં કે ઓફિસ માં પીવાના પાણીના ફિલ્ટર ના મેમ્બરેન (દટ્ટા) ટાઇમ ટુ ટાઇમ બદલી નાખવા.
  • કોરોના થયો હોય કે ન થયો હોય જે લોકોએ સુગર છે  તેમણે  લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો
  • જાતે સ્ટિરોઈડનો ઉપયોગ ન કરવો અને તે પણ જરૂર જણાય તો  ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો.
  • ઓક્સિજન સિલિન્ડર ઘર પર કોરોના પેશન્ટ ને આપતા હો તો તેના રેગ્યુલેટર માં જે પાણીની બોટલ એટલે કે humidifier માં sterile water અથવા તો distilled water  જ વાપરવું જોઈએ. તેમાં કળા ડાઘા દેખાય તો રેગ્યુલેટર ક્લીન કરવું અથવા નવું લગાવવું .
  • રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરવો.
  • મિત્રો સાથે વાતો કરવી , સારો હેલ્ધી ખોરાક ખાવો. પોઝીટીવ થીંકીંગ રાખવું

આ બીમારીથી ડરવાની જરૂર નથી, ઉપરોક્ત માહિતી મુજબ આપ યોગ્ય કાળજી રાખી તેનાથી બચી શકાય છે.

Share This Article

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Do You know, Electric toothbrush clean your teeth fast and efficient than regular toothbrush

click below