Loading...

Articles

બ્રશ કરતી વખતે આવી ભૂલો તો નથી કરતા ને  થઈ શકે છે મોટું નુકસાન

બ્રશ કરતી વખતે આવી ભૂલો તો નથી કરતા ને થઈ શકે છે મોટું નુકસાન

May 12, 2025

ખોટા ટૂથબ્રશની પસંદગી

 

આપણી દાંતોની સફાઇ માટે નું બ્રશ નરમ હોવું જોઈએ જેથી તે સહેલાઇથી  વળી શકે અને પેઢાને નુક્શાન ન કરે.  લોકો એવું વિચારતા હોય છે કે દાંતની સફાઇ સારી થાય તે માટે hard toothbrush વાપરવું જોઈએ પણ એવું હોતું નથી, તેનાથી તમારા પેઢામાં નુકસાન થાય છે,દાંતમાં ખાચા થઈ જાય છે તથા દાંત નુ પડ ઘસાઈ જાય છે.આવું ન થાય ને માટે નરમ બ્રશ વાપરવું હિતાવહ છે


 

ખોટી ટુથપેસ્ટ ની પસંદગી

ઘણા લોકો પૂછતા હોય છે કે દાંતોની ની જાળવણી માટે કઈ ટુથપેસ્ટ વપરાય, માર્કેટમાં ઘણા પ્રકારની ટુથપેસ્ટ મળતી હોય છે જેવી કે  સેન્સિટિવિટી ન થાય તે માટેની, પેઢામાથી લોહી બંધ કરવા માટેની, દાત સફેદ કરવા માટે વગેરે વગેરે ટૂથપેસ્ટની પસંદગી કરવા માટે  ડેન્ટિસ્ટની  ની સલાહ લેવી,કેમકે આવી ટુથપેસ્ટ ફાયદો કરતાં નુકસાન વધુ કરતી હોય છે.

 

 

ટૂથપેસ્ટ લેવાનું માપ

લોકો એવું માનતા હોય છે કે વધુ પ્રમાણ માં ટૂથપેસ્ટ લેવાથી દાંતની સફાઈ સારી રીતે થાય છે પણ એવું હોતું નથી. પ્રોપર બ્રશ કરવા માટે ,બ્રશ પર ફક્ત વટાણા ની સાઇઝ જેટલી જ ટૂથપેસ્ટ ની જરૂર હોય છે

 

લાંબો સમય સુધી બ્રશ દાંત પર ઘસ્યા કરવું.

ઘણા લોકોની આદત હોય છે મોઢામાં લાંબો સમય સુધી  બ્રશ કર્યા કરે છે કે પછી બીજું કામ જેમ કે  છાપું  વાંચવું અથવા અન્ય કોઈ કામ સાથે બ્રશ કરતા હોય છે,વધુ બ્રશ કરવાથી દાંતના પડ ઝડપથી ઘસાઈ જતા હોય છે બરાબર બ્રશ કરવા માટે  બે થી ત્રણ મિનિટ લાગે છે. તેની માટે કેટલો સમય બ્રશ કર્યું તે જાણવા માટે તમે ટાઈમર અથવા ઈલેક્ટ્રીક બ્રશ with timer ઉપયોગ કરી શકો છો

 

આડુ બ્રશ કરવું

જો તમે આડુ બ્રશ કરતા હોય તો આજથી જ  બંધ કરી  દેજો,  કેમ કે આમ કરવાથી તમારા દાંત  સેન્સિટિવ થઈ જશે આડુ બ્રશ કરવાથી દાંત વચ્ચે નો કચરો સાફ થતો નથી અને વધારે  કરવાથી દાંત માં ખાડા પડી જાય છે     બ્રશ ને પેઢા થી  દાત તરફ,કે સર્ક્યુલર  મોસનમાં  કરવું જોઈએ.વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

 

રાત્રે સૂતાં પહેલાં બ્રશ ન કરવું

70 થી 80 ટકા લોકો રાત્રે બ્રશ કરતા નથી,જેને લીધે આખા દિવસમાં જમેલો ખોરાક દાંત માં ફસાયેલો રહે છે અને રાત્રિ દરમિયાન તેમાં કોહવાટ થવાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જેમાંથી દાંત તથા પેઢાના રોગો થતા હોય

છે.  ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ વધારે થાય છે, આવું ન થાય તેના માટે બે વખત એટલે કે સવારે તથા રાત્રે  સુતા પહેલા બ્રશ કરવાની આદત રાખવી

 

 મોઢામાં જીભની સફાઈ ન કરવી

ઘણા લોકોને ઉલિયું કરવાની આદત હોતી નથી,જેના લીધે જીપ પર છારી જામી જાય છે અને તેમાંથી દુર્ગંધ આવતી હોય છેકે વારંવાર ગળામાં ઇન્ફેક્શન થતું હોય છે. બ્રશ કરવું  એટલે એવું જ નહીં કે ખાલી દાંતોને સાફ કરવા ,જીભ ની સફાઈ પણ એટલી જ અગત્યની છે

 

એકનું એક બ્રશ લાંબા સમય સુધી  વાપરવું

એકનું એક બ્રશ લાંબા સમય વાપરવાથી તો તેના bristles હાર્ડ થઈ જાય છે અને flare( વળી) થઈ જાય છે તેના લીધે દાંતની સફાઈ સરખી થતી નથી અને પેઢાને નુક્શાન થાય છે. જો તમને લાગે કે બ્રશ ખરાબ થઈ ગયું છે  કે તેના bristol વળી ગયા છે તો નવું લેવું હિતાવહ છે. Generally  ત્રણથી ચાર મહિને જુ નૂ બ્રશ બદલવું જોઈએ



 

ભેજવાળી જગ્યાએ બ્રશ રાખવું

મોટાભાગના કિસ્સામાં લોકો બ્રશને બાથરૂમમાં કે પેક જગ્યામાં રાખતા હોય છે જેને લીધે સતત ભેજવાળું રહે છે. ભેજવાળી જગ્યાએ બ્રશ રાખવાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે પેઢામાં ઈન્ફેક્શન કરતા હોય છે, બ્રશને હમેશા ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ જેથી કરીને તેમાં રહેલો ભેજ સુકાઈ જાય,બાથરૂમમાં રાખવાથી પણ બાથરૂમમાં રહેલા બેક્ટેરિયા પર લાગતા હોય છે, જો તમે બ્રશ બાથરૂમમાં રાખતા હો તો આજથી જ તેનું સ્થાન બદલાવી કોઈ ખુલ્લી જગ્યાએ રાખો

 

સાચી રીતે બ્રશ કરવા માટે નો વિડીયો જોવા અહીં ક્લિક કરો

Back