ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે?
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ ટાઇટેનિયમ ધાતુ માથી બનેલ આર્ટિફિશ્યલ મૂળિયું છે
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ કાઢી નાખેલ કે પડીગયેલ દાંતને રિપ્લેસ કરવા ની પદ્ધતિ છે. એટલેકે ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ એક દાંત અથવા તમારા બધા દાંતને ફિક્સ કરવા માટે થઈ શકે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કુદરતી દાંત જેવું જ લાગે છે, કુદરતી દાંતની જેમ જ કામ આપે છે, કુદરતી દાંત જેવું જ મહેસુસ કરાવે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટની સારવારમાં જડબાના હાડકામાં ટાઇટેનીયમ ધાતુનું મૂળિયું બેસાડવામાં આવે છે. ટાઇટેનીયમ એક જ એવી ધાતુ છે જેનો આપણું શરીર સ્વીકાર કરે છે. ઓર્થોપેડિક સર્જન જે ગોઠણમાં ધાતુના સાંધા ફીટ કરે છે, ફ્રેકચર થઇ ગયેલા હાડકા સાંધવા માટે ધાતુ નો ઉપયોગ થાય છે, તે ટાઇટેનીયમ ધાતુના જ હોય છે.

ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ફાયદા શું છે?
ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ઘણા ફાયદા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારા પોતાના દાંત જેવા દેખાય અને ફિલ થાય છે, કારણ કે તેઓ જડબાના હાડકા સાથે જોડવા માટે રચાયેલ છે, તેઓ દાંતના નુકશાનને કારણે જડબાના હાડકાને બગાડતા અટકાવે છે, જેથી તમારો ચહેરો તેનો કુદરતી આકાર જાળવી રાખે છે. મોટા ભાગના દર્દીઓ ઈમ્પ્લાન્ટ દાંત તેમજ જ કુદરતી દાંત વચ્ચેનો ભેદ પારખી શકતા નથી
- દાંતના ચોખઠા( ડેન્ટર્સ) નબળા પેઢા ના કારણે ફિટ રહતા નથી તમારા શબ્દોને સ્પષ્ટ બોલાતા નથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સુરક્ષિત રીતે એન્કર કરવામાં આવે છે જેથી દાંત હલનચલ કરતાં નથી અને આત્મવિશ્વાસ સાથે બોલી સખીએ છીયે .
- ડેન્ટલ બ્રિજવર્કના (કવર )વિકલ્પ તરીકે, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ માં બાજુના દાંત ને ઘસ્યા વગર ફિક્સ થાય છે .
- ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં કુદરતી દાંતની જેમ પોલાણ કે સડો થતો નથી જો કે તે કુદરતી દાંત કરતાં ચડિયાતો નથી
- ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ સાથે ચાવવાની ક્ષમતામાં ખૂબ વધારો થાય છે કારણ કે તે તમારા પોતાના દાંતની જેમ કાર્ય કરે છે, જેનાથી તમે તમારા મનપસંદ ખોરાકને આસાનીથી જમી શકો છો.
તમારા ખોરાકનું પાચન અને એકંદર આરોગ્યમાં સુધારો કરો. દાંત વિના તમારો ખોરાક ચાવી શકાતો નથી અને એસિડિટી અને અપચો જેવી ગેસ્ટ્રિક સમસ્યાઓનું કારણ બની શકે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટથી તમે તમારા શરીરના સ્વાસ્થ્યમાં ઘણો વધારો જોશો
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ લાંબો સમય કામ આપે છે. ચોકઠું ૫ થી ૭ વર્ષ કામ આપે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઇટેનીયમમાંથી બનાવેલ હોય છે અને તે જડબાના હાડકા જોડે સજ્જડ રીતે જોડાયેલું હોય છે. આપનું શરીર તેને સહજતાથી સ્વીકારે છે. ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ એક સચોટ ઉપાય છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટથી ચહેરાના સ્નાયુઓને ઢીલા થતાં અટકાવી શકાય છે અને અકાળે દેખાતા વૃદ્વત્વને અટકાવી શકાય છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટના આટલા બધા ફાયદાઓને કારણે તે કૃત્રિમ દાંત બેસાડવાની પદ્ધતિ તરીકે અત્યારે ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. વધારેને વધારે લોકો ઈમ્પ્લાન્ટને પસંદ કરી રહ્યા છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેવી રીતે મૂકવામાં આવે છે ?
પ્રથમ મુલાકાતમાં ડેન્ટિસ્ટ તમારા મોના દાંત , પેઢા અને જડબા ના હાડકા નું ચેક -અપ કરશે . ડેન્ટિસ્ટ તમારા CBCT (જડબાનું સીટી સ્કેન) જોશે આ હાડકાની રચના અને ઘનતાને સમજવામાં મદદ કરશે જ્યાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે.
સિંગલ ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ માટે સરેરાશ 20 -30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે.
સારવાર શરૂ કરતા પહેલા ડેન્ટિસ્ટ એનેસ્થેટિક સોલ્યુશનથી જડબા ને ખોટું (anesthetized) કરી દેશે જેથી તમને ડેન્ટલ ઈમ્પ્લાન્ટ પ્રક્રિયા દરમિયાન કોઈ દુખાવો ન થાય. ત્યારબાદ ઇમ્પ્લાન્ટ કીટ અને અન્ય સાધનની મદદથી ડેન્ટિસ્ટ તમારા ડેન્ટલ ઈમ્પ્લાન્ટને કાળજીપૂર્વક જડબામાં મૂકશે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો હીલિંગ સમય
ઇમ્પ્લાન્ટમાં સામાન્ય રીતે ડેન્ટિસ્ટ 2 થી 3 મહિના રાહ જોવાનું કહે છે. આ સમયગાળા દરમિયાન તમારું ઇમ્પ્લાન્ટ સંપૂર્ણપણે જડબાના હાડકા (ઓસ્ટિઓઇન્ટિગ્રેટ) સાથે જામ થઈ જાય છે. આ એક કુદરતી ઉપચાર સમયગાળો છે જે આપણે અસ્થિના જીવવિજ્ઞાનને અનુસરવાનું છે.,
અમુક કેશ માં હાડકાનો માવો (બોન ગ્રાફ્ટ ) મૂકીને ઇમ્પ્લાન્ટ મૂક્યો હોય તો 5- 9 મહિના રાહ જોવી પડતી હોય છે.
કેટલાક ઇમ્પ્લાન્ટ જેમ કે બેસલ ઇમ્પ્લાન્ટ ઓસ્ટિઓફિક્સેશનના સિદ્ધાંત પર કામ કરે છે તે કિસ્સામાં તમને 3 થી 5 દિવસમાં તરત જ તમારા દાંત મળી શકે છે. આ એક નવી પદ્ધતિ છે
જો વ્યક્તિ પાસે પર્યાપ્ત જડબાનું હાડકું ન હોય, તો બેસલ ઇમ્પ્લાન્ટ તેમના માટે સારો વિકલ્પ છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કોણ મુકાવી શકે?
સામાન્ય રીતે કહીએ તો સ્વસ્થ મોં ધરાવતા તમામ સ્વસ્થ લોકો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ માટે સારા ઉમેદવાર છે.
સૌપ્રથમ અમે તમારા જડબાના હાડકા અને પેઢાના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરીએ છીએ અને ઇમ્પ્લાન્ટ સારવાર ની સલામતી સુનિશ્ચિત કરવા માટે અમુક લોહી ના રિપોર્ટ કરવાની જરૂર પડતી હોય છે
- ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થી એક દાંત ફિક્સ થઈ શકે છે .
- 2 થી વધુ દાંત ને ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ બ્રિજ થી ફિક્સ કરી શકાય છે.
- બધા દાંત કે બત્રીસી ને ઇમ્પ્લાન્ટ થી ફિક્સ કરી સકે છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટની કિંમત
ડેન્ટલ ઈમ્પ્લાન્ટની કિંમત દરેક કેસમાં અલગ અલગ હોય છે. કેટલીક ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ માં વધારાની સર્જિકલ સારવાર જેવી કે બોન ગ્રાફ્ટ અથવા સાઇનસ લિફ્ટિંગની જરૂર પડી શકે છે. આ તમારી સારવારમાં વધારાનો ખર્ચ થતો હોય છે.
સંજીવની ડેન્ટલ હોસ્પિટલ – રાજકોટ ખાતે ડેન્ટલ ઈમ્પ્લાન્ટની કિંમત 15000-30000 INR સુધીની છે
જો કે, ભારત જેવા દેશમાં ઇમ્પ્લાન્ટ સારવાર પશ્ચિમી દેશોની તુલનામાં ઘણી સસ્તી છે
અમારી હોસ્પિટલ માં કરેલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના ફોટો
સમગ્ર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?
ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સારવાર અનેક તબક્કામાં કરવામાં આવે છે.
પ્રથમ તબક્કામાં નિદાન અને ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરવામાં આવે છે
બીજા તબક્કામાં ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે.
ત્રીજો તબક્કામાં ઇમ્પ્લાન્ટ કનેક્શન (abutment) મૂકી ફિક્સ દાંત લગાવવામાં આવે છે .
નોર્મલ કેશ માં આ સમગ્ર પ્રક્રિયામાં 2 થી 3 મહિનાથી વર્ષ કે તેથી પણ વધુ સમય લાગી શકે છે.
કાઢીનાખેલા કે પડી ગયેલા દાંત કેમ નાખવા જોય .
દાંત પડી જવાથી જડબામાં તે જગ્યા ખાલી થાય છે, આ ખાલી જગ્યાની આજુબાજુના દાંત ખાલી જગ્યા તરફ ઢળે છે અને દાંત તેની મૂળ જગ્યાથી ખસી જાય છે, આ કારણે દાંતની બત્રીસીનું સંતુલન ખોરવાય છે અને તેથી જડબાની ચાવવાની કાર્ય ક્ષમતામાં ઘટાડો થાય છે ચહેરાનો દેખાવ પણ બગાડે છે. બત્રીસીનું સંતુલન ખોરવાઈ જતા જડબાના સાંધામાં પણ તકલીફ થઇ શકે છે.
અધકચરું ચાવવાથી અપચો, ગેસ, એસિડિટી જેવી કેટલીક પ્રણાલીગત સમસ્યાઓ પણ દાંત ન મળવાને કારણે થઈ શકે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટથી આ બધી થતી સમસ્યાઓ અટકાવી શકાય છે.