૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો પેઢા અને દાંત માં ઇન્ફેકશન થાય છે જે આગળ જતાં પાયોરિયા કે રસી થવાનું જોખમ રહે છે. આ પેઢાના ઇન્ફેકશન તેમજ ખોરાક ના બારીક કણો ના કોહવાટ ને લીધે મો માથી વાસ આવતી હોય છે.
આવી સમસ્યા માટે આપના વડવા ઓ દ્વારા કીધેલ કેટલાક નુસખા કામ લાગતાં હોય છે. આયુર્વેદ માં મો ના દુર્ગંધ માટે કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવાનું સૂચવે છે. આ ઔષધિઓ લાળ સુધારે છે, સ્વાદમાં સુધારો કરે છે અને ખરાબ શ્વાસ સામે લડે છે.
નીચે આપેલા કેટલાક ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાયો જે તમારી સમસ્યા માટે મદદરૂપ થઈ શકે છે.
વરિયાળી
શું તમે ક્યારેય કોઈ સરસ હોટેલ માં જમ્યા પછી મુખવાસ ની ડિશ જોઈ છે? હા, હું વરિયાળીનાં બીજનો ઉલ્લેખ કરું છું!
શેકેલા વરિયાળીનાં દાણા ચાવવું એ પાચનને પ્રોત્સાહન આપવા સાથે શ્વાસને ફ્રેશ કરવા ની એક સરળ રીત છે. તે શ્વાસ સ્વીટનર તરીકે જાણીતું છે. વરિયાળીનાં બીજ ગેસને ઘટાડવા માં અને અપચા માં ઉત્તમ છે.
કોથમરી
સુંગધી પાનવાળી આ વનસ્પતિ એ ખરાબ શ્વાસનો એક લોકપ્રિય ઉપાય છે. તે ફોલિક એસિડ, વિટામિન કે, વિટામિન સી અને વિટામિન એ જેવા એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે. કોથમરી ના તાજા પાન જમ્યા પછી ચાવવા થી તમારી મો ની વાસ ને ડિઓડોરાઇઝ કરે છે. એ ઉપરાંત તેમાં રહેલ પોષક તત્વો શરીર માટે ઉપયોગી તો ખરાજ.
ફૂદીના, તુલસી અથવા લીમડાના તાજા પાન ચાવવાથી ગંધને તટસ્થ કરવામાં પણ મદદ મળી શકે છે. આ પાંદડા ભોજન પછી મોં ફ્રેશનર્સ તરીકે વાપરી શકાય છે.
લીંબુ અથવા નારંગીની છાલ
લીંબુ અથવા નારંગીની છાલ પર ચાવવાથી ખરાબ શ્વાસને અસરકારક રીતે છુટકારો મળે છે. છાલને સારી રીતે ધોયા પછી તેને થોડો સમય ચાવવાથી તેમાં રહેલા સાઇટ્રિક એસિડની અસર પેઢા પર પડે છે અને લાળ ગ્રંથીઓને એક્ટિવેટ કરવામાં તેમજ લાળના પ્રવાહમાં વધારો કરવામાં પણ મદદ મળે છે.
લવિંગ
ચાઇનીઝ લોકો 2000 વર્ષ પહેલાં શ્વાસની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ કરતાં હતા . લવિંગમાં એન્ટિસેપ્ટિક ગુણો છે જે બેક્ટેરિયા સામે લડે છે જે દુર્ગંધયુક્ત શ્વાસ ને ફ્રેશ કરે છે.
લવિંગ નું તેલ દાંત ના દુખવો મટાડવા પણ ઉપયોગી છે. પીસેલા ધાણા અને નીલગિરીના તેલો સાથે લવિંગનું તેલ ઉચ્ચ એન્ટિમાઇક્રોબાયલ આર્યુવેદિક ઉપચાર છે.
તુલસી
તુલસી લગભગ દરેક ભારતીય ઘર ના ફળિયા માં જોવા મળે છે અને તે તેને સરળતાથી ઉપલબ્ધ છે. તે અકલ્પનીય ઔષધીય ગુણધર્મો રહેલા છે. તે રોગોને રોકવા અને ઉપચાર માટે તુલસી નું વિશેષ મહત્વ છે.
તુલસીના પાન ચાવવાથી પેઢા નો ચેપ સાફ થાય છે. તે માઉથવોશ તરીકે પણ વાપરી શકાય છે, રોજ ૪-૫ તુલસી ના પાન ચાવથી મો અને દાંત ની સમસ્યા થી છૂટકારો થશે.
મેથીના પાન (મેથી)
મેથી આયુર્વેદમાં ઘણી ઔધીય ગુણધર્મો ધરાવે છે. તે શરીર ના ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે. જે પેઢા નું આરોગ્ય સુધારે છે. મોંની દુર્ગંધ માટેના ઝડપી અને કાયમી પરિણામો જોવા માટે મેથીના પાનને એક કપમાં ઉકાળો અને દિવસમાં એકવાર પીવો.
લીમડા નો ઉકાળો
લીમડો એ કદાચ ભારતનો સૌથી ઉપયોગી પરંપરાગત ઔષધીય છોડ છે. લીમડાના પાન નો ઉકાળો મોંની ખરાબ ગંધની સારવારમાં ઉપયોગ માં લેવાય છે. વ્યાવસાયિક રૂપે ઉપલબ્ધ માઉથવોસ ની તુલનામાં ઓછી આડઅસરો સાથે સમાન રીતે અસરકારક છે.
લીમડાનો ઉકાળો બનાવવા માટે તેના પાંદડાઓનો એક ગ્લાસ પાણીમાં ઉકાળો, ¼ આટલે કે ચોથા ભાગનું પાણી બચે ત્યાં સુધી ઉકાળી ને ગાળી લો .
સારા શ્વાસ અને સફેદ દાંત માટે આ ઉકળા થી કોગળા (ગાર્ગલ) કરો જે તમારા મોંમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. આ ઉકાળો રોજ પીવામાં આવે તો તમારું શરીર કાયમ માટે તંદુરસ્ત રહે છે.
ચોખઠું(ડેન્ટચર) પહેરો છો?
જો તમે ડેન્ટચર પહેરો છો, તો સૂતા પહેલા તેને પાણી ભરેલ વાટકા માં ડૂબાડી રાખો.
સવારે બ્રશ અને પેસ્ટ વડે ચોખઠા ને બરાબર સાફ કારો જેથી ડેન્ટર સપાટી માથી બેક્ટેરિયા દૂર થાય. તેમજ આગળી થી પેઢા ની સફાઈ કરી પછી જ ચોખઠું પહરો.
જીભ નું ઉલ ઊતરવું (સ્ક્રેપ કરો)
જીભની અપૂરતી સફાઈ ઘણા બેક્ટેરિયાને આશ્રય આપે છે અને તેને ચેપ અને દુર્ગંધ માટે જવાબદાર છે. બ્રશ કર્યા પછી દરરોજ જીભ ક્લીનરથી તમારી જીભને સ્ક્રેપ (ઉલ ) કરવાનું યાદ રાખો.
માઉથ વોશ વાપરો
તમે તમારા ભોજન પછી મોં સાફ કરવા માટે માઉથ વોશ પણ વાપરી શકો છો. તમારા દાંતના ચિકિત્સકની સલાહ મુજબ માઉથ વોશ ઉપયોગ કરો, કારણ કે કેટલાક માઉથ વોશ લાંબા અને લાંબા સમય સુધી ઉપયોગથી દાંત ઉપર ડાઘ થઈ શકે છે.
ડેન્ટિસ્ટ ની મુલાકાત
તમે રોજ દાંત અને મો ની સ્વચ્છતા જાળવી રાખી છે, તો પણ તમારા દંત ચિકિત્સકની મુલાકાત અવગણો નહીં, કારણ કે અમુક સમસ્યા શરૂઆત ના તબકામાં દુખાવો કરતી નથી જેમ કે પેઢા નો રોગ પાયોરિયા , આવી સમસ્યાનું નિદાન કરી શરૂઆત થી જ અટકાવી શકાય . દાંત નો સડો હોય તો તેમાં ફિલિંગ ક રૂટ કૅનાલ કરવી અથવા ક્ષાર ની સફાઈ જેવી સારવાર જરૂરી હોય છે. જેથી મો ની વાસ ની સમસ્યા કાયમ માટે ઉકેલી શકાય.
ડાયાબિટીઝ, એસિડિટી, યકૃત અને કિડનીની સમસ્યાઓ જેવા કેટલાક સામાન્ય રોગો તમને મો ની દુર્ગંધ આપી શકે છે. તે કિસ્સામાં દંત ચિકિત્સક તમારા ફિજીસિયન ને કન્સલ્ટ કરવાની સલાહ આપી શકે છે.
પૂરતું પાણી પીવો
પાણી તમારી લાળ ગ્રંથીઓને હાઇડ્રેટેડ રાખે છે. તેથી, દરરોજ પુષ્કળ પાણી પીવાથી તમને શુષ્ક (સૂકું) મોં અને ખરાબ વાસ છુટકારો મળે છે. તમે જાગતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવાની આદત તમારા સવારના શ્વાસને તાજગી આપશે.
ઉપરોક્ત ઘરેલું ઉપાયો થી જો તમારી સમસ્યા હલ ના થાય તો સંજીવની ડેન્ટલ ક્લિનિક માં વિઝિટ કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો.