mouth ulcer treatment

મોઢાની ચાંદી /છાલાંની સારવાર

Table of Contents

મોઢાની ચાંદી /છાલાંની(Mouth Ulcer) સારવાર

મોઢાની  ચાંદી (Mouth Ulcer) એક સામાન્ય પરંતુ અત્યંત તકલીફદાયક સમસ્યા છે, જે બાળકો, યુવાનો અને વૃદ્ધો – સૌ કોઈને થઈ શકે છે. મોઢામાં પડતો નાનો ઘા દેખાવમાં સામાન્ય લાગતો હોવા છતાં, તે ખાવા-પીવા, બોલવામાં અને દૈનિક જીવનમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણા લોકો મોઢાની ચાંદી ને નાની સમસ્યા માનીને અવગણે છે, પરંતુ જો ચાંદી  વારંવાર થાય, લાંબા સમય સુધી મટે નઇ , તો તે શરીરમાં કોઈ અંદરની તકલીફનો સંકેત પણ હોઈ શકે છે.

Sanjivani Dental Hospital, Rajkot ખાતે મોઢાની ચાંદી ની યોગ્ય તપાસ, ચોક્કસ નિદાન અને અસરકારક સારવાર આપવામાં આવે છે. અહીં આધુનિક ડેન્ટલ સુવિધાઓ અને અનુભવી દંતચિકિત્સકો દ્વારા દર્દીને સંપૂર્ણ રાહત મળે તે માટે વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે. 

viral ulcer

મોઢાની ચાંદી શું છે?

મોઢાની ચાંદી (Mouth Ulcer) એ મોઢાની અંદર પડતો નાનો, દુખાવાદાયક ઘા છે. આ ચાંદી  સામાન્ય રીતે ગાલની અંદર, જીભ પર, હોઠની અંદરની બાજુ, પેઢા પર અથવા તાળવા   કે ગળામાં માં  જોવા મળે છે. મોટાભાગે ચાંદી નો મધ્ય ભાગ સફેદ અથવા પીળાશ ધરાવતો હોય છે અને આસપાસ લાલ રંગની સોજાવાળી કિનારી હોય છે.

સામાન્ય રીતે મોઢાની ચાંદી 7 થી 14 દિવસમાં આપમેળે સાજા થઈ જાય છે, પરંતુ જો તે લાંબા સમય સુધી રહે, વારંવાર થાય અથવા વધારે પીડા આપે, તો તેને હળવાશથી ન લેવી જોઈએ.

મોઢાની ચાંદી ના લક્ષણો

મોઢાની ચાંદી ના સામાન્ય લક્ષણોમાં નીચેના સમાવેશ થાય છે:

  • મોઢામાં બળતરા થવી
  • ખાવા-પીવામાં દુખાવો
  • બોલવામાં તકલીફ
  • ચાંદી ની આસપાસ સોજોક્યારેક લોહી નીકળવું

મોઢાની ચાંદી ના મુખ્ય કારણો

Slide4મોઢાની  ચાંદી થવાના અનેક કારણો હોઈ શકે છે. યોગ્ય સારવાર માટે તેનું મૂળ કારણ ઓળખવું અત્યંત જરૂરી છે.

  1. માનસિક તણાવ અને ચિંતા

આજના ઝડપી જીવનમાં તણાવ એક મુખ્ય કારણ છે. વધારે તણાવ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે, જેના કારણે ચાંદી  થાય છે.

  1. વિટામિન અને ખનિજોની ઉણપ

વિટામિન B12, આયર્ન અને ફોલિક એસિડની ઉણપથી મોઢાની  ચાંદી વારંવાર થઈ શકે છે.

  1. મોઢામાં ઇજા થવી

અજાણતા ગાલ અથવા જીભ કાપી જવી, તીક્ષ્ણ દાંત, અણીદાર ખાવાની વસ્તુથી ઇજા, પણ ચાંદી નું કારણ બની શકે છે.

  1. મસાલેદાર અને ખાટો ખોરાક

વધારે મસાલેદાર, ખાટા અથવા તીખા ખોરાકથી મોઢાની અંદરની ત્વચા ચીડાય છે અને ચાંદી  થાય છે.

  1. મોઢાની યોગ્ય સફાઈ રાખવી

દાંત અને મોઢાની યોગ્ય સફાઈ ન રાખવાથી બેક્ટેરિયા વધી જાય છે, જે ચાંદી ને વધારે ગંભીર બનાવે છે.

  1. તમાકુ અને ધૂમ્રપાન

તમાકુ, પાન, માવા અને સિગારેટ મોઢાની ત્વચાને નુકસાન કરે છે અને ચાંદી  થવાની શક્યતા વધે છે.

  1. અન્ય આરોગ્ય સમસ્યાઓ

ડાયાબિટીસ, પેટની તકલીફ, ઇમ્યુનિટી સંબંધિત રોગો અથવા હોર્મોનલ ફેરફાર પણ ચાંદી નું કારણ બની શકે છે.

ક્યારે ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે?

જો નીચેના લક્ષણો જોવા મળે, તો તરત જ Sanjivani Dental Hospital, Rajkot માં ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ:

  • છાલો 14 દિવસથી વધુ સમય સુધી સાજો ન થાય
  • વારંવાર મોઢાની  ચાંદી પડે
  • વધારે દુખાવો અથવા સોજો હોય
  • ગળી શકવામાં મુશ્કેલી પડે
  • તાવ અથવા નબળાઈ અનુભવાય

મોઢાની ચાંદી ની સારવાર

Sanjivani Dental Hospital, Rajkot માં મોઢાની ચાંદી ની સારવાર ચાંદી ના કારણ પ્રમાણે કરવામાં આવે છે.

  1. સંપૂર્ણ ડેન્ટલ તપાસ

ડેન્ટિસ્ટ  ચાંદી નો આકાર સાઇઝ , તેમજ કયા પડી છે તે તપાસે છે. જરૂર જણાય તો લોહીની તપાસ પણ સૂચવવામાં આવે છે.

  1. દુખાવો ઘટાડતી દવાઓ

એન્ટીસેપ્ટિક અને પેઇન રિલીફ જેલ અથવા ઓઇન્ટમેન્ટ આપવામાં આવે છે, જે બળતરા અને દુખાવો ઘટાડે છે.

  1. વિટામિન અને ખનિજ પૂરક દવાઓ

જો ચાંદી નું કારણ વિટામિનની ઉણપ હોય, તો યોગ્ય સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.

  1. તીક્ષ્ણ ધારનું નિવારણ

તીક્ષ્ણ દાંતની ધાર, ખોટા ક્રાઉન અથવા ડેન્ચર સુધારીને ચાંદી ફરી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે., અથવા જરૂર જાણે તો સડેલો તીક્ષ્ણ દાંત ની ટ્રીટમેન્ટ કે કાઢી નાખવામાં આવે છે.

મોઢાની ચાંદી ના અસરકારક ઘરેલુ ઉપચાર

ડેન્ટલ સારવાર સાથે નીચેના ઘરેલુ ઉપચાર પણ રાહત આપે છે:

  1. મીઠાં વાળાપાણીથી કોગળા

દિવસમાં 2–3 વખત ગરમ મીઠાં વાળા ગરમ પાણીથી કોગળા કરવાથી બેક્ટેરિયા ઓછા થાય છે.

  1. મધ લગાવવું

મધમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચાંદી  સાજા કરવામાં મદદ કરે છે.

  1. નાળિયેર તેલ

નાળિયેર તેલ ચાંદી ની બળતરા ઘટાડે છે અને દુખાવામાં રાહત આપે છે.

  1. એલોવેરા જેલ

એલોવેરા જેલ સીધું ચાંદી  પર લગાવવાથી ઠંડક મળે છે અને ઘા ઝડપથી ભરે છે.

  1. હળદર

હળદરનો લેપ અથવા હળદર-મધ મિક્સ કરીને લગાવવાથી ચાંદી  પર સારો અસર થાય છે.

ચાંદી માં કેવો ખોરાક લેવો

ખાવા યોગ્ય ખોરાક:

  • નરમ અને પોચો ખોરાક
  • દૂધ અને દહીં
  • કેળા, પપૈયા જેવા ફળ
  • પૂરતું પાણી

ટાળવાના ખોરાક:

  • મસાલેદાર ખોરાક
  • ખાટા ફળ
  • તીખો અને ગરમ ખોરાક
  • દારૂ અને તમાકુ

ચાંદી માં કેવો ખોરાક લેવો

ખાવા યોગ્ય ખોરાક:

  • નરમ અને પોચો ખોરાક
  • દૂધ અને દહીં
  • કેળા, પપૈયા જેવા ફળ
  • પૂરતું પાણી

ટાળવાના ખોરાક:

  • મસાલેદાર ખોરાક
  • ખાટા ફળ
  • તીખો અને ગરમ ખોરાક
  • દારૂ અને તમાકુ

રાજકોટમાં મોઢાની ચાંદી ની સારવાર

મોઢાની ચાંદી જો સમયસર અને યોગ્ય રીતે સારવાર ન લેવાય તો વારંવાર તકલીફ આપી શકે છે. Sanjivani Dental Hospital, Rajkot ખાતે મોઢાની ચાંદી ની સંપૂર્ણ તપાસ, અસરકારક સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દીને ઝડપી અને લાંબા સમયની રાહત મળે.

જો તમે વારંવાર મોઢાની ચાંદી , બળતરા અથવા દુખાવાથી પીડાઈ રહ્યા છો, તો આજે જ સંપર્ક કરો.

Sanjivani Dental Hospital, Rajkot

Book Appointment for Consultation