Table of Contents
ડહાપણ દાઢની તકલીફ
મોટાભાગના લોકોમાં એવી માન્યતા હોય છે કે ડહાપણ દાઢ ઉગે ત્યારે ખુબ જ દુખાવો થાય છે.પેઢા પર કે મોઢા પર સોજો આવે છે અને મોઢું ખોલવામાં તકલીફ પડે છે.
સૌ પ્રથમ આપને એ જાણશું કે ડહાપણ દાઢ આવે ત્યારે શા માટે તક્લીફ થાય છે. પુખ્ત વયના માણસોને ૩૨ દાંત હોય છે. સામાન્ય રીતે ડહાપણ દાઢ ૧૭ વર્ષથી ૨૫ વર્ષની વય વચ્ચે આવે છે.
ઉત્ક્રાંતિને કારણે માણસના જડબા પેઢી દર પેઢી નાના થતા જાય છે, પણ દાંતની સાઈઝમાં ફેર પડ્યો નથી.એટલે અત્યારના સમયમાં માણસના જડબા ૩૨ દાંત સમાવવા માટે નાના પડે છે. મોટે ભાગે ૨૮ દાંત માટે જ પૂરતી જગ્યા હોય છે. જો બાકી બધા દાંત હાજર હોય અને તંદુરસ્ત હોય તો ડહાપણ દાઢને ઉગવા માટે પુરતી જગ્યા હોતી નથી. જો જડબામાં પુરતી જગ્યા હોય તો તે સહેલાઈથી ઉગે છે અને ઉપયોગી સ્થિતિમાં રહે છે અને કોઈ તકલીફ પડતી નથી. કોઈક વખત ડહાપણ દાઢ આવે ત્યારે થોડીક તકલીફ થાય છે, પણ તે થોડાક સમય પુરતી જ હોય છે, જે દાઢ પુરેપુરી ઉગી ગયા પછી દુર થઇ જાય છે.
જો જડબામાં પુરતી જગ્યા ન હોય તેવામાં ડહાપણ દાઢ બહાર આવવાની કોશિશ કરે તો તે આગળની દાઢની પાછળ ફસાઈ જશે, તેને ફસાયેલી દાઢ( ઈમ્પેક્ટેડ વિઝડમ ટુથ ) કહે છે.
ડહાપણ દાઢ ઉગતી વખતે પડતી તકલીફો
જો ડહાપણ દાઢનો થોડોક ભાગ પેઢાની બહાર દેખાય અને થોડોક ભાગ પેઢાથી ઢંકાયેલો હોય તો, પેઢા અને દાંતની વચ્ચે પોલાણ ( પોકેટ) બને છે, જેમાં ફસાયેલા ખોરાકના કણો થોડા સમય બાદ કોહવાય છે અને પેઢામાં રસી કરે છે , તે વખતે પેઢામાં દુખાવો થઈ શકે છે અને કદાચ તેમાં સોજો પણ આવી શકે છે.
જે ખોરાકના કણો અને જીવાણુંઓ પેઢા નીચે એકઠા થાય છે, તે વ્યવસ્થિત રીતે સાફ કરવા ઘણું અઘરું હોય છે.
અસર: ડહાપણ દાંતમાં ઘણીવાર સંપૂર્ણ રીતે બહાર આવવા માટે જડબામાં પૂરતી જગ્યાનો અભાવ હોય છે. પરિણામે, તેઓ પ્રભાવિત થઈ શકે છે, એટલે કે તેઓ ગમ લાઇનને યોગ્ય રીતે તોડી શકતા નથી. પ્રભાવિત ડહાપણ દાંત પીડા, સોજાનું કારણ બની શકે છે. દાંતના ઓરિએન્ટેશનના આધારે વર્ટિકલ ઈમ્પેક્શન, મેસિયલ ઈમ્પેક્શન, ડિસ્ટલ ઈમ્પેક્શન અને હોરિઝોન્ટલ ઈમ્પેક્શન જેવા વિવિધ પ્રકારના ઈમ્પેક્શન છે.
કેટલાક કિસ્સાઓમાં, ડહાપણના દાંત માત્ર પેઢાની રેખામાંથી આંશિક રીતે બહાર આવી શકે છે. આનાથી પેઢામાં પોલાણ થઈ શકે છે જે ખોરાકના કણો, બેક્ટેરિયા અને કાટમાળને ફસાવી શકે છે, જે બળતરા, ચેપ (પેરીકોરોનાઇટિસ) અને પીડા તરફ દોરી જાય છે.
ડહાપણ દાંત નીકળવાથી ભીડ થઈ શકે છે અને હાલના દાંતની ખોટી ગોઠવણી થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે ડહાપણ દાંત નજીકના દાંત પર દબાણ લાવે છે જ્યારે તેઓ ફૂટવા માટે જગ્યા શોધવાનો પ્રયાસ કરે છે. ભીડ ઓર્થોડોન્ટિક સમસ્યાઓ તરફ દોરી શકે છે અને તેને સુધારવા માટે ઓર્થોડોન્ટિક સારવારની જરૂર પડી શકે છે.
ચેપ અને પેઢાના રોગ: આંશિક રીતે નીકળેલ ડહાપણ દાંત પેઢામાં એક છિદ્ર બનાવી શકે છે, જે બેક્ટેરિયા માટે પ્રવેશ બિંદુ પૂરો પાડે છે, જેના કારણે ત્યાથી રસી નીકળવા અને વારંવાર દુખાવો થવો તથા માથા નો અડધો ભાગ દુખાવો જેવી સમસ્યા ઊભી થાય છે. આ વિસ્તારમાં બેક્ટેરિયાની વૃદ્ધિ ચેપ, સોજો અને પીડા તરફ દોરી શકે છે. તે ગમ રોગના વિકાસમાં પણ ફાળો આપી શકે છે, જેમ કે જીન્ગિવાઇટિસ અથવા પિરિઓડોન્ટાઇટિસ.
દુર્લભ કિસ્સાઓમાં, ડહાપણ દાંતમાં ગાંઠો વિકસી શકે છે. આ પ્રવાહીથી ભરેલી કોથળીઓ અથવા અસામાન્ય વૃદ્ધિ છે જે આસપાસના દાંત, જડબાના હાડકા અને ચેતાને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રારંભિક હસ્તક્ષેપ વધુ જટિલતાઓને રોકવા અને મૌખિક આરોગ્ય જાળવવામાં મદદ કરી શકે છે. તમારા દાંતના ડોકટર આ બાબતે તમને વ્યવસ્થિત સલાહ આપી શકે કે આ તકલીફ માત્ર થોડોક સમય રહેશે કે દાઢ કઢાવવી પડશે.
ઉપાય
મીઠાવાળા પાણીના કોગળા કરવાથી પેઢાનો દુખાવો તેમજ સોજામાં ઘણી રાહત થાય છે. એન્ટીસેપ્ટીક માઉથવોશના ( કોગળા કરવાની દવા) પણ સોજો ઉતારવા માટે ઉપયોગી રહે છે. થોડા સમય માટે દુખાવા-વિરોધી Painkiller ગોળી પણ ઉપયોગી રહે છે,
પરંતુ જો દુખાવો ચાલુ રહે અને મોઢું ખોલવામાં પણ તકલીફ પડતી હોય તો ત્યારે દાંતના ડોકટર ને બતાવવું જોઈએ. તે તમારી તકલીફનું કારણ જાણી શકે, અને તે મુજબ સલાહ આપી શકે. તમારા દાંત બરાબર સાફ કરવા જરૂરી છે, તેમજ એન્ટીબાયોટીક દવાઓ પણ લેવી જરૂરી છે.
ડહાપણ દાઢના એક્સ-રે નું મહત્વ
ડહાપણ દાઢના મૂળિયાની સ્થિતિ જોવા, તેમજ જડબામાં ડહાપણ દાઢ માટે પુરતી જગ્યા છે કે નહિ તે જોવા ડહાપણ દાઢનો એક્સ-રે હોવો જરૂરી છે.
સંજીવની ડેન્ટલ હોસ્પિટલ માં જડબા ના એક્સ-રે( opg) મશીન ની સુવિધા છે. જેનાથી જડબમાં ફસાયેલી દાઢ નું યોગ્ય નિદાન થઈ શકે.
જયારે એક્સ-રે જોતા નિશ્ચિત થઇ જાય કે ડહાપણ દાઢ માટે જડબામાં જગ્યા નથી અને તે ઉપયોગી સ્થિતિ માં ઉગી શકે તેમ નથી અને તેનાથી દુખાવો કે અન્ય તકલીફ થતી હોય તો તે કઢાવી નાખવી હિતાવહ છે. જો ડહાપણ દાઢ થોડીક જ પેઢામાંથી બહાર આવી હોય તો આવી દાઢમાં સડો થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે તે વ્યવસ્થિત સાફ થઇ શકે તેમ હોતી નથી . જો ડહાપણ દાઢની સફાઈ કરવામાં તકલીફ થતી હોય અને તેનો કોઈ ઉપયોગ ન હોય તો ડહાપણ દાઢ કઢાવી નાખવી હિતાવહ છે. જો ડહાપણ દાઢ વધારે પડતી ઉગી નીકળી હોય ( સુપરાઈરપ્ટ )(આવું ઘણીવાર બનતું હોય છે) ત્યારે , સામેની દાઢ કઢાવી નાખેલ હોય અથવા ઉગી જ ન હોય, તો ડહાપણ દાઢ કઢાવી નાખવી જોઈએ .
દાહપણદાઢ કાઢવાની પ્રક્રિયા શું છે?
ડૉક્ટર તમને દાઢને બેભાન(ખોટુ) કરવાનુ ઇંજેકસન આપે છે.
જો દાઢ સીધી તથા બહાર દેખતી હોય તો સરળતથી નીક્ળી જાય છે, પણ જો તે હડ્કા મા ફસયેલી કે ત્રાસી હોય સર્જરી દ્વારા તેને ટુકડાઓ કરી ને દૂર કરવમા આવે છે.
અલબત્ત, દર્દી સ્થાનિક એનેસ્થેટિક્સની ઉપયોગ કરીને, બેભાન કરેલ હોવથી સમગ્ર પ્રક્રિયામા દર્દી ને પીડા થતી નથી.
દાહપણની દાઢ ન ક્ઢાવીએ તો ?
ઘણા લોકો ને દાહપણની દાઢ સંપૂર્ણપણે આવતી નથી અને હડ્કામા અંદર ફસાયેલી રહે છે જ્યારે આમ થાય છે. આ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે, અને ઘણીવાર પેઢા મા ચેપ, ફોલ્લાઓ અથવા સોજો આવે છે. આ પણ જો આવું વારંવાર થાય ત્યારે, તેને જલ્દી દૂર કરવાની જરૂર પડે છે
- જૂજ કિસ્સાઓમાં, દાહપણની દાઢ બાજુની દાઢને ચેપ લગાડી શકે છે. નીચલી દાહપણની દાઢના દબાણને કારણે આગળ ના દાંત વાકાચુકા થવાની શક્યતા રહે છે.
- ઘણા કિસ્સામા વધુ ગંભીર સમસ્યાઓ આવી શકે છે. જો ફોલ્લો વધે તો તેને જડબાને અને કાયમી નુકસાન થઇ શકે છે. જો ફોલ્લાની સારવાર ન કરવામાં આવે તો તેમાથી ગાંઠ થઇ શકે છે અને વધુ ગંભીર સર્જીકલ પ્રક્રિયાથી દૂર કરવી પડે છે.
વધુ માહિતી માટે તમે સંજીવની ડેન્ટલ ક્લિનિક ની વિઝીટ લઈ શકો છો