શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્રાર છે, જો મોમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કેવી રીતે તંદુરસ્ત રહી શકે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવો, તેના કરતા તેની પહેલેથી જ એવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ જેથી રોગ શરુ જ ન થાય. અંગ્રેજીમાં એક કહેવત છે “ prevention is better than cure“ એટલે કે “સારવાર કરતા સંભાળ ભલી “.
દાંત અને પેઢાની તંદુરસ્તી જાળવવાના કેટલાક નિયમો છે, ચાલો જાણીએ શું છે આ નિયમો.
1. નિયમિત બ્રશ કરવું
આપણે સવારે તો રોજ બ્રશ કરતાં હોય છીયે પાન સાંજે સૂતા પહેલા બ્રશ કરવું આટલુજ જરૂરી હોય છે. આ ઉપરાંત દરેક ભોજન કર્યા પછી વ્યવસ્થિત બ્રશ કરો, જેથી ભોજન કર્યા પછી દાંત પર ચોટેલા ખોરાકના કણો દુર થાય અને દાંત સ્વરછ રહે.
દાંતમાં સૌથી વધારે થતો રોગ દાંતનો સડો અને પેઢામાં સૌથી વધારે થતો રોગ, પાયોરિયા છે. આ બને રોગ થવાનું મૂળ કારણ દાંતને સ્વરછ રાખવામાં થતી બેદરકારી છે. જો દરેક ભોજન બાદ બ્રશ કરવામાં આવે તો બંને રોગથી ઘણા અંશે બચી શકાય છે. વ્યવસ્થિત બ્રશ કરવાની ટેક્નિક જાણવા અહી ક્લિક કરો.
આપનું રેગ્યુલર ટૂથબ્રશ ને બદલે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ વાપરી સકાય. ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ થી દાંત ની વધુ સારી અને ઝડપી સફાઈ થાય છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો
2.યોગ્ય ખોરાક લેવો
વિટામીન અને ખાનીજ્તત્વોથી ભરપુર રેસાવાળો ખોરાક લો, વિટામીન અને ખનીજ તત્વો દાંતના બંધારણને મજબુતી આપે છે અને સડા સામે રક્ષણાત્મક ફાળો આપે છે. જો કે આવો ખોરાક જયારે દાંતનું બંધારણ બનતું હોય ત્યારે એટલે કે વિકસિત બાળકોમાં (બાળકની ગર્ભાવસ્થા થી શરુ કરીને ૧૭ વર્ષ સુધી) ખુબ જ ઉપયોગી છે.
રેસાવાળો ખોરાક બરછટ હોવાથી દાંત સાથે ચોટતો નથી. રેસાવાળો ખોરાક પોતે જ દાંતને સાફ રાખે છે અને એટલે જ કોઈ પ્રાણીઓને દાંત સાફ કરવાની જરૂર પડતી નથી.
આઈસ્ક્રીમ,ચોકલેટ,મીઠાઈ વગેરેનો ઉપયોગ ઓછો કરો. ખાસ કરીને બે ભોજન વચ્ચે આવો ગળ્યો કે ચીકણો આહાર ન લેવો. આવો ખોરાક ચીકણો હોવાથી જમ્યા પછી તેના કણો દાંત સાથે ચોટી જાય છે અને ત્યારબાદ જો બ્રશ કરવામાં ન આવે તો મોઢામાં રહેલા જીવાણુંઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીને દાંતમાં સડો અને પાયોરિયા જેવા રોગો ઉત્પન્ન કરે છે.
જો ગળ્યો અને ચીકણો ખોરાક ખાવો હોય તો જમ્યા પહેલા ઓછી માત્રામાં લેવો જોઈએ અને જમ્યા બાદ બ્રશ કરવું જોઈએ. બે ભોજન વચ્ચે નાસ્તા તરીકે આવા ખોરાકનો ઉપયોગ દાંત માટે નુકશાનકારક છે.
3.પેઢા નું માલિશ કરવું
પ્રાચીન કાળથી, આયુર્વેદમાં પેઢા સ્વાસ્થ્ય જાળવવા માલિશ દ્વારા તેના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાફ આંગળી ઉપયોગ કરીને હળવા દબાણ વડે માલિશ પેઢા ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે તથા લોહી નું પરિભ્રમણ વધારે છે.
માલિશ માટે તલનું તેલ, નાળિયેર તેલ અથવા રાય નું તેલ ઉપયોગ માં લય શકાય. તમારા પેઢા માં સારા રક્ત પરિભ્રમણને જાળવવા માટે અઠવાડીયા માં 2 થી 3 વાર માલિશ કરવું.
દાંત સાફ કરવા માટે તમે કરંજ અથવા લીમડાના ઝાડની છાલ કે ડાળી પણ દાતણ તરીકે વાપરી શકો છો. જ્યારે તમે મોર્નિંગ વોક માટે અથવા રાત્રે બહાર ચાલવા જાવ ત્યારે આ કુદરતી દાતણ દાંત ની તકલીફ થી દૂર રાખશે.
4. જીભની સફાઈ
જીભ અસંખ્ય બેક્ટેરિયાને આશ્રય આપે છે. ઉપરાંત, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જીભની સપાટી પર પાતડી પરત બની ને ચોતેલી રહે છે.
આ બંને પરિબળોના પરિણામે, લોકો ઘણી વાર વાત કરતી વખતે મો માંથી દુર્ગંધ આવતી હોય છે.
આમ, દાંત સાફ કરવા સાથે જીભને પણ સાફ રાખવી અત્યંત જરૂરી બની જાય છે. તમે તમારી જીભને સાફ કરવા અને તેને સૂક્ષ્મજીવોથી મુક્ત રાખવા માટે વિવિધ વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ જીભના સ્ક્રેપર્સ (ઊલિયું )નો ઉપયોગ કરી શકો છો.
5. ધૂમ્રપાન છોડી દો
ધૂમ્રપાન એ પેઢા ના રોગની શરૂઆત સાથે મજબૂત રીતે સંકળાયેલું છે. જેમ કે ધૂમ્રપાન તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, શરીરને પેઢા ના ચેપ સામે લડવાનું મુશ્કેલ બનાવે છે. અને પેઢા માં પાયોરિયા થઈ જતાં દાંત મૂળમાથી નબળા પડી જાય છે.
ઉપરાંત, ધૂમ્રપાનથી ડેન્ટલ સર્જિકલ પ્રક્રિયા પછી રિકવરી વધુ મુશ્કેલ બને છે.આ ઉપરાંત, ધૂમ્રપાન કરવાથી તમારા દાંત પર ડાઘ પણ થાય છે.
સૌરાસ્ટ્ર માં મો ના કેન્સર માં પ્રથણ ક્રમ ઉપર આવે છે. કેમ કે અહી પાન માવા બીડી સિગારેટ નું સેવન વધુ થાય છે. આવી ગભીર બીમારી થી બચવા વ્યસન ન કરવું જ હિતાવહ છે.
6. પૂરતું પાણી પીવો
પાણી એ શ્રેષ્ઠ પીણું છે. આ તમારા શરીર ના 70 % પાણી નો ભાગ હોય છે. જે વિવિધ ચયાપચય ની ક્રિયા કરાવવા જરૂરી છે. તે શરીર માં રહેલ જેરી તત્વો બહાર નિકલવામાં તેમજ શરીર ના કોષો ને પોષક તત્વો પોચડવામાં તેમજ તેને શુદ્ધ રાખવાનું કામ કરે છે.
દર ભોજન પછી પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે આપણા દાંત અને પેઢા પર ચોટેલ ચીકણા અને એસિડિક ખોરાકને ફ્લશ કરવામાં મદદ કરે છે.
વધુ પાણી પીવાથી મોં હાઇડ્રેટેડ રહે છે અને તમારા લાળને મહત્તમ સ્તરે રાખે છે, લાળ નું યોગ્ય પ્રમાણ દાંત ને સડા સામે રક્ષણ આપે છે.
7. દાંત ની નિયમિત તપાસ
દર છ મહીને તમારા દાંતની અને મોઢાની તબીબી તપાસ તમારા ફેમીલી દાંતના ડોક્ટર પાસે કરવો. જેથી કોઈ રોગની શરૂઆત થતી હોય તો તેની જાણ થાય અને તે જ તબક્કે તેની સારવાર થઈ શકે. એક જૂની કહેવત છે કે “ દુશ્મનને અને રોગને તો ઉગતો જ ડામી દેવો જોઈએ“.
દાંતનો સડો અને પાયોરિયા બંને રોગ જયારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે દુખાવો કે કોઈ પણ જાતની તકલીફ થતી નથી અને જયારે તકલીફ થાય ત્યારે રોગ વકરી ચુક્યો હોય છે. કોઈ પણ જાતની તકલીફ ન હોય તો પણ દર છ મહીને દાંતની તબીબી તપાસ કરાવવી જોઈએ.
દાંતના રોગની શરૂઆતના તબક્કામાં જ જો સારવાર થાય તો શ્રેષ્ઠ પરિણામ મળે અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં સારવાર થાય, તેના માટે રોગનું શરૂઆતના તબક્કામાં જ નિદાન થવું જરૂરી છે. દર છ મહીને દાંત અને મોઢાની તબીબી તપાસથી મોઢાના કેન્સરના પ્રાથમિક ચિહ્નોનું નિદાન પણ થઈ શકે અને તેની વહેલી સમયસરની સારવારથી કેન્સરથી બચી શકાય.