Table of Contents
દાંત ની સેન્સિટિવિટી
ઘણાં લોકોના દાંત સેન્સિટિવ થઈ જતા હોય છે ઘણી વખત ગોળા નું નોર્મલ પાણી કે મીઠી કે ઠંડી ચીજ જેવી કે આઈસ્ક્રીમ કે કોલ્ડ્રિંક્સ પીવામાં અચાનકજ સબાકા આવતા હોય છે જે દુખાવો ઘણી વખત અસહ્ય થઈ જાય છે
આપણો દાંત ત્રણ પડનો બનેલો હોય છે જેમાં સૌથી બહારનું આવરણ ઈનેમલ જે દાંત નું રક્ષણાત્મક કવચ હોય છે. કોઈ કારણ સર આ બહારનું આવરણ ઘસાઈ જાય કે ડેમેજ થાય તો દાત સેન્સિટિવ થવા લાગે છે.
કયા કારણોસર દાંતનું સખત આવરણ ઘસાતું હોય છે.
- મોટાભાગના કિસ્સામાં લોકો એવું માનતા હોય છે કે હાર્ડ બ્રસ થી સારી સફાઈ થાય છે પણ આ એક ગેરમાન્યતા છે ના લીધે પેઢા પાસેથી દાંત નુ પડ ડેમેજ થવા લાગે છે.
- જો તમને સોપારી જેવી કોઈ કડક વસ્તુ ખાવાની આદત હોય તો દાંત માં ક્રેક કે તિરાડ થઈ શકે છે અને આ તિરાડ ના લીધે પ્રવાહી/ લિક્વિડ દાંતના અંદરના ભાગ સુધી પહોંચતું હોય છે જેને લીધે દાંત સેન્સિટિવ થઈ જતો હોય છે
- ઘણા લોકોનેદાંત ઘસવાની આદત હોય છે જેના લીધે દાંતની ચાવવાની સપાટી માં ઘસારો થતો હોય છે અને દાંત સપાટ થઈ જતા હોય છે શું તમને આ આદત તો નથી ને તો આજથી જ તેને છોડી દેજો.
- તમને વારંવાર ઠંડાપીણાની આદત હોય તો દાંત ઝડપથી ખવાઈ જશે કારણ, ઠંડાપીણામાં રહેલું કાર્બોનેટેડ કેમિકલ એ એક પ્રકારનું એસિડ છે જે દાંત નુ પડ ઓગાળી નાખે છે
- ઘણી વખત પેઢા ની તકલીફ જેવી કે પાયોરિયા કે દાંત ના મુળિયા ખુલ્લા પડવાથી તેમાં સેન્સિટિવિટી થતી હોય છે કેમકે દાંતનું રક્ષણાત્મક આવરણ મુળીયામાં હોતું નથી.
- જો કોઈ દાંતની સફાઈ કરાવેલી હોય તો પણ થોડો ટાઈમ દાતમા સેન્સિટિવિટી થઈ શકે છે ખાસ કરીને સોપારી ખાતા લોકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે. અમારા ક્લિનિકમાં લેટેસ્ટ U.S scalar મશીન વડે દાંતની સફાઈ થતી હોવાથી આ ફરિયાદ બહુ જૂજ જોવા મળે છે
- જો દાંતમાં સડો થઈ ગયો હોય કે પોલાણ હોય તો પણ દાંત સેન્સિટિવ થઈ જાય છે ઘણી વખત સળો ઊંડો ઉતરવાથી રાત્રે દુખાવો વધુ થાય છે અને આગળ જતાં તેમાં સોજો કે રસી થતાં હોય છે. આ માટે શરૂઆતથી જ દાંતના સડાની સારવાર કરવી હિતાવહ છે.
દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે, એટલે કે સડો કયા તબક્કામાં છે, તેના પ્રમાણે તેની સારવાર થાય છે. જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ડેન્ટલ ફિલીંગ દ્વારા કરી શકાય છે.
જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા મૂળિયાની સારવાર (રૂટકેનાલ ટ્રીટમેન્ટ) જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે.
દાંત ની સેન્સિટીવીટી અટકવાં નો ઉપાય
જો તમે સખત બ્રશનો ઉપયોગ કરતા હોય તો આજથી જ તેને છોડીને નરમ બ્રશ થી દાંતની સફાઈ કરવી.બ્રશને ભાર દઈને કે એકની એક જગ્યાએ વારંવાર કશું નહિ.
જો તમને તમાકુ કે સોપારી ખાવાની આદત હોય તો તેને વહેલી તકે છોડી દેવી કેમકે આવી આદતોથી કેન્સર જેવી ગંભીર સમસ્યા થતી હોય છે.ઠંડા પીણાની આદતો ટાળવી જોઈએ.
દેશી ઉપચાર માં કરંજ નુ દાતણ દાંત માટે ઉત્તમ ગણાય છે. જો તમારી આજુબાજુ ઝાડ હોય તો તેની કુણી ડાળીથી દાતણ કરી શકાય.
માર્કેટમાં મળતી desensitizer ટુથપેસ્ટ કે fluoridated mouthwash વાપરી શકાય, અલગ અલગ બ્રાન્ડની ઘણી બધી toothpaste મળતી હોય છે આવી પ્રોડક્ટ ડેન્ટિસ્ટ ની સલાહ લઈને વાપરવી જોઈએ
જો દાંતમાં સડો કે ખાચા થઈ ગયા હોય તો ડેન્ટિસ્ટ પાસે જઈ તેનું ફિલિંગ(composite restoration) કરાવવું જોઈએ.
વધુ માહિતી માટે સંજીવની ડેન્ટલ હોસ્પિટલ ની વિઝીટ લઈ સચોટ માર્ગદર્શન મેળવી શકો છો.